આગામી તા.27 ફેબ્રુઆરીના રોજ યોજાનાર સમુહલગ્નોત્સવ પણ રદ્દ મોરબી : મોરબી જિલ્લામાં કોરોના પ્રકોપ વધી રહ્યો હોય અત્રેના રેલવે સ્ટેશન નજીક આવેલ પ્રસિદ્ધ ધક્કાવાળા મેલડી માતાજી મંદિરે તાવા પ્રસાદના આયોજન બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત ફેબ્રુઆરી માસમાં યોજાનાર સમુહલગ્નોત્સવ પણ રદ્દ કરવામાં આવ્યો છે. મોરબી શહેરમાં અસ્થાના પ્રતીક એવા ધક્કાવાળા મેલડી માતાજી મંદિર ખાતે દરરોજ અનેક ભાવિક ભક્તો દ્વારા તાવા પ્રસાદનું આયોજન કરાતું હોય છે ત્યારે પ્રવર્તમાન સમયમાં મોરબીમાં સંક્રમણ વધતા મંદિર સંચાલકો દ્વારા હવેથી તાવા પ્રસાદના આયોજન બંધ કરવાનું જાહેર કર્યું છે જેની સૌ ભક્તજનોએ નોંધ લેવી આ ઉપરાંત આગામી તારીખ 27 ફેબ્રુઆરીના રોજ યોજાનાર સમુહલગ્નોત્સવનું આયોજન પણ કોરોના મહામારીને કારણે બંધ રાખવામાં આવ્યું હોવાનું મંદિર તરફથી જાહેર કરાયુ છે.