મોરબી : મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા ઓફીસમાં કામકાજની સગવડતા ખાતર બે કર્મચારીઓની બદલી કરવામાં આવેલ છે. જે મુજબ મોરબી નગરપાલિકામાં કે. એચ. જાડેજાને જગદીશભાઈ કે. સોલંકીની જગ્યાએ શાકમાર્કેટ-લાઈબ્રેરી વિભાગમાં કામગીરી કરવા તેમજ સેનીટેશન વિભાગને લગતી તમામ કામગીરી કરવા જગદીશભાઈ કે. સોલંકીને કે. એચ. જાડેજાની જગ્યાએ મુકવામાં આવ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..