હરીફ ઉમેદવાર રશિકભાઈ દુબરીયાને એક મતે હરાવ્યા ટંકારા : ટંકારા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઉપસરપંચ પદે અપક્ષ મહિલા ઉમેદવાર નિર્મળાબેન ચાવડા વિજેતા જાહેર થયા હતા જ્યારે હરીફ ઉમેદવાર તરીકે રસિકભાઈ દુબરીયા માત્ર એક મતે હાર્યા હતા. ટંકારા ગ્રામ પંચાયતના સરપંચ ગોરધનભાઈ ખોખાણીની અધ્યક્ષ સ્થાને યોજાયેલી ઉપ સરપંચ ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું અને ટંકારા ગામ પંચાયતના ઉપ સરપંચ પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં કુલ ૧૪ સભ્યોમાથી સાત મત રસિકભાઈ દુબરીયાને મળ્યા અને સરપંચ સહિત સાત સભ્યો એમ આઠ મત નિર્મળાબેન ચાવડાને મળ્યા હતા. જેમાં સભ્ય તરીકે ચિઠ્ઠી નાખીને જીતેલા આ અપક્ષ ઉમેદવાર નિર્મળાબેન ચાવડા ઉપસરપંચ બન્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ટંકારા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ પદ માટે મતદાન થયું હતું. ચૂંટણીમાં રસાકસી જોતા અત્રેના દયાનંદ સરસ્વતી ચોક ખાતે મોટી સંખ્યામાં નગરજનો ઉમટયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..