બંને વર્ષો જૂની લોકમાંગને તાકીદે પૂર્ણ કરવા રજુઆતમાં મુખ્યમંત્રીને અપીલ ટંકારા : ટંકારા તાલુકા મથકે આવેલ સિવિલ હોસ્પિટલમાં M.D. ડોકટરની કાયમી નિમણુંક કરવા તેમજ ફાયર સ્ટેશન બનાવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના મોરબીના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવ્યું છે કે આ અગાઉ પણ જે-તે સમયના મુખ્યમંત્રીને ટંકારા તાલુકા મથક મુકામે આવેલ સિવિલ હોસ્પિટલમાં કાયમી M.D. ડોકટરની નિયુકતી કરવા માંગણી કરેલ હતી. પરંતુ આજ દિવસ સુધી આ બાબતે કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી. જે ખુબ જ દુ:ખદ છે. તાત્કાલિક અસરથી M.D. ડોકટર મુકવામાં આવે. આ ઉપરાંત, ટંકારામાં ફાયર સ્ટેશન બનાવવામાં આવે. ટંકારા વિસ્તારમાં ઘણી કપાસની જીનીગ મિલ તેમજ પ્રેસ અને ઓઈલ મિલ આવેલ છે. જેમાં આગ લાગવાના બનાવો વારંવાર બનતા હોય છે. અને ફાયર ફાઈટરો અન્ય સ્થળેથી મંગાવવા પડે છે. અને તે પહોચે ત્યાં સુધીમાં આગથી મોટું નુકશાન થઇ જાય છે. તો ટંકારામાં ફાયર સ્ટેશન ઉભું કરવા યોગ્ય આદેશો આપવા અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..