મોરબી જિલ્લામાં કોરોના વકર્યો : પ્રથમ વખત એક જ દિવસમાં 182 કેસ નોંધાયા એકલા મોરબી તાલુકામાં 134 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 623એ પોહચી મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસોમાં ફરી પાછો ઉછાળો જોવામાં મળ્યો છે. આજે તહેવાર બાદ સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે કુલ 1721 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 182 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જોકે રાહતની વાત એ છે કે મોટાભાગના કોરોના પોઝિટિવ લોકોમાં શરદી ઉધરસના સામાન્ય લક્ષણો જ જોવા મળી રહ્યા છે. જ્યારે આજે 182 નવા કેસોની સામે 51 લોકો સાજા પણ થયા હતા. તેમજ આજે 182 કેસ સાથે મોરબી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 623 થઈ ગઈ છે. 17 જાન્યુઆરી, સોમવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી તાલુકા : 63 મોરબી શહેર : 71 વાંકાનેર તાલુકા : 05 વાંકાનેર શહેર : 05 હળવદ તાલુકા : 03 હળવદ શહેર : 01 ટંકારા તાલુકા : 24 ટંકારા શહેર : 00 માળિયા તાલુકા : 10 માળિયા શહેર : 00 કુલ : 182 17 જાન્યુઆરી, સોમવારે ડિસ્ચાર્જ થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 44 વાંકાનેર તાલુકા : 02 હળવદ તાલુકા : 00 ટંકારા તાલુકા : 02 માળિયા તાલુકા : 03 કુલ ડિસ્ચાર્જ : 51 મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..