પોતાની ભત્રીજીના ઘરે ચાલ્યા ગયા હતા મોરબી : મોરબીના નવલખી રોડ લાયન્સનગરમાંથી ગત તા.11 ના રોજ ઘેરથી ઈંડા લેવાનું કહીને ચાલ્યા ગયેલા કિશોરભાઇ કાનજીભાઇ પરમાર નામના આધેડ લાપતા બન્યા બાદ પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવવામાં આવી હતી. દરમિયાન લાપતા બનેલા કિશોરભાઈ ગઈકાલે પોતાના ઘેર પરત આવી ગયા હતા અને તેઓ વાગુદળ પોતાની ભત્રીજી પારૂલબેનને મળવાની ઈચ્છા થતા ઘરેથી કહ્યા વગર જતા રહ્યા હોવાનું સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં જાહેર થયું હતું.