સુપર ટોકીઝ નજીક કરિયાણાની અગરબત્તીની દુકાન અને હેરકટિંગ સલૂન નિશાન બન્યા મોરબી : કડકડતી ઠંડીમાં મોરબીમાં નિશાચરોએ નાઈટ કોમ્બિગ હાથ ધર્યું હોય તેમ ગઈકાલે એક સાથે પાંચ દુકાનોના તાળા તોડી હાથફેરો કરતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની સુપર ટોકીઝ નજીક ગતરાત્રીના તસ્કરો ત્રાટકયા હતા અને મહેતા નીમચંદ ભાઈચંદ બ્રધર્સની કરિયાણાની દુકાન, રાજ હેર સલૂન, હરિ ઓમ અગરબત્તી અને વેપારી નાથાલાલ ડોસાલાલ મીરાણીની દુકાનને નિશાન બનાવી હતી. જો કે, હાલમાં આ પાંચેય દુકાનોમાં કેટલી માલમતાની ચોરી થઈ છે તે અંગેની કોઈ વિગતો બહાર આવી નથી. હાલમાં વેપારીઓ દ્વારા ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.