મોરબી : મોરબીમાં સાત વર્ષના બાળક દ્વારા પોતે એકઠી કરેલી પોકેટ મનીનું ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ગૌશાળાને અનુદાન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણ પર્વના દિવસે દાન કરવાનું મહત્વ છે. ત્યારે મોરબી નિવાસી સાત વર્ષના આયુ જીગ્નેશભાઈ મકાસણીયા એ આખા વર્ષ દરમિયાન બચત કરી ગલ્લામાં એકઠા કરેલા રૂપિયા અંધ-અપંગ ગાયો માટે કાર્યરત ગૌશાળામાં દાન આપેલ છે. આમ, આ બાળકે આર્થિક યોગદાન આપી મકરસંક્રાંતિ પર્વની સાર્થક ઉજવણી કરી છે.