બાળકોને પતંગ,ફીરકી,ચીકી અને મમરાના લાડવાનું વિતરણ કર્યું મોરબી : મકરસંક્રાંતિ નિમિતે દાનનું મહત્વ હોવાથી લોકો પોતાની રીતે દાન કરતા હોય છે.બાળકોને પતંગ,ચીકી,મમરાના લાડુ અને પશુને ઘાસચારો આપી દાન કરતા હોય છે.એ જ રીતે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ બાળકોને પતંગ,ફીરકી,ચીકી અને મમરાના લાડવાનું વિતરણ કરી બાળકો સાથે મકરસંક્રાતિ ઉજવી હતી. મકરસંક્રાંતિ નિમિતે દાનનું મહત્વ સમજી બાળકોને ખુશ કરવા અને તેમની સાથે મકરસંક્રાતિ ઉજવવા મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અને સેવાભાવી યુવાન અજય લોરીયા દ્વારા વાઘપર ગામે 100 થી વધુ બાળકો માટે પતંગ,ફીરકી,ચીકી અને મમરાના લાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકોમાં આ બધી વસ્તુનું વિતરણ કરી બાળકો સાથે મકરસંક્રાતિની ઉજવણી કરી હતી