મોરબી : આઠેક દિવસ પૂર્વે મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીક એક્ટિવા ધીમું ચલાવવાનું કહેતા ટ્રાવેલ્સ સંચાલકને માથામાં સિમેન્ટનો બ્લોક ફટકારી દેનાર ભરત ઉર્ફે ભૂરાના પરિવારને હિતેન્દ્રસિંહ સહિતના ચાર ઈસમોએ ધોકાવી નાખતા વેરની વસુલાત જેવી આ ઘટનામાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતા અને મહારાણા પ્રતાપ સર્કલ નજીક કુળદેવી પાન પાસે બહુચર સીઝન સેંન્ટર નામની દુકાન ધરાવતા ભરતભાઈ દિનેશભાઈ કઝારીયા અને તેના પરિવારના સભ્યોને ગઈકાલે હિતેંન્દ્રસિહ ઉર્ફે હિતુભા સુખદેવસિહ જાડેજા, તેમના ભાઈ તેમજ બે અજાણ્યા માણસોએ કારમાં આવી લાકડી, ધોકા સહિતના હથિયાર વડે માર મારતા સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વધુમાં આઠેક દિવસ પહેલા ભોગ બનનાર ભરત ઉર્ફે ભૂરા કણઝારિયા અને તેના પરિવારે ટ્રાવેલ્સના ધંધાર્થી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભાએ એક્ટિવા ધીમું ચલાવવાનું કહેતા ભરતે હિતેન્દ્રસિંહને માથામાં સિમેન્ટનો બ્લોક મારી દીધો હતો. આ બનાવના મનદુઃખમાં ગઈકાલે હિતેન્દ્રસિંહ સહિતના ચાર ઈસમો ફરિયાદી ભરતની દુકાને ઘસી ગયા હતા અને અગાઉની ઘટનાનો ખાર રાખી ફરિયાદી ભરતના બેન, ભાભી નાએ બાપુજીને માર મારતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હિતેન્દ્રસિંહ સહિતના ચારેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૫, ૫૦૪, ૧૧૪ જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.