મોરબી: વાંકળા ગામે પ્રાથમિક શાળાના પટાંગણ મા યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાની સ્થાપના તથા વાકંળા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ તથા સભ્યોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. મોરબી તાલુકાના વાંકળા ગામે શ્યામ હોસ્પીટલના ડો. ચંદ્રેશ વડગાસીયા દ્વારા માદરે વતનમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનુ આજરોજ મહાનુભાવોના હસ્તે અનાવરણ કરવામા આવ્યુ હતું. સાથે નવનિયુક્ત સરપંચ ડાયાભાઇ,ઉપસરપંચ પ્રવિણભાઇ તથા તમામ ગ્રામ પંચાયત સભ્યોનુ સન્માન કરવામા આવ્યુ હતું. આ કાર્યક્રમમા સાસંદ મોહનભાઇ કુંડારીયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઇ દેથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઇ વાસદડીયા , તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ ધનજીભાઇ દંતાલીયા, તાલુકા પંચાયત ચેરમેન રાકેશભાઇ કાવર, તાલુકા પંચાયત સભ્ય અશોકભાઇ દેસાઈ , તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિનોદભાઇ પરેચા, કરમશીભાઇ વડગાસીયા , ગોકળભાઇ,નવિનભાઇ, ધર્મેન્દ્રભાઇ, રાજુભાઇ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ સરાહનીય કામગીરી બદલ યુવા ટીમને અભિનંદન આપ્યા હતા.