મોરબી: કોરોનાને નાથવા જિલ્લાભરમાં સઘન પ્રયત્નો થઇ રહ્યા છે. ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં રસીકરણની કામગીરી થઇ રહી છે.ત્યારે આવતીકાલે શુક્રવારે અલગ-અલગ 10 સ્થળોએ વેક્સિન આપવામાં આવશે. જે અંતર્ગત મોરબી તાલુકામાં 3, માળીયા તાલુકામાં 1, વાંકાનેર તાલુકામાં 3, ટંકારા તાલુકામાં 1 તેમજ હળવદ તાલુકામાં 2 સ્થળે રસીકરણ કેમ્પ યોજાશે. રસી લેવામાં બાકી તમામ લોકોને આ કેમ્પમાં વેક્સિન મુકાવી લેવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરાઇ છે.