વાંકાનેર : વાંકાનેર તાલુકાના કેરાળા ગામેથી ભરવાડ સમાજના ધામ કેરાળા રાણીમાં-રુડીમાં ગ્રુપ વતી દર વર્ષે મકરસંક્રાંતિના પવિત્ર તહેવારમાં ગૌશાળામાં ગાયો માટે નિરણ કડબ મોકલવામાં આવે છે. એમ આ વર્ષે પણ ૩૩ ગાડી ભરી ભરીને નિરણ કડબ મોકલવામા આવેલ છે. રાણીમાં-રુડીમાં ગ્રુપ વતી સમગ્ર જિલ્લામાં રૂ. 7.51 લાખની કડબ નિરણ ગાયો માટે ગૌશાળાઓને અર્પણ કરી મકરસંક્રાંતિની સેવાકીય ઉજવણી કરવામાં આવી છે.