મૃતકના ભાઈએ નોંધાવી ફરિયાદમાં આદિવાસી શ્રમિકે હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી મોરબી : માળીયાના વીર વીદરકા ગામે ગઈકાલે યુવાનની તીક્ષિણ હથિયારોથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવમાં મૃતકના ભાઈએ અજાણ્યા શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે અને આદિવાસી શ્રમિકે પોતાના ભાઈની હત્યા કરીને આશંકા વ્યક્ત કરી છે. આથી પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે. માળીયા મિયાણાના વીર વીદરકા ગામે રહેતા રોહિતભાઈ જીવાભાઈ સુરેલા ઉ.વ.27 નામના યુવાનની ગામના અંગાર વાડા તરીકે ઓળખાતી જગ્યામાં કોઈએ ગઈકાલે પથ્થર અને તીક્ષિણ હથિયારોથી હત્યા કરી નાખી હતી. આ યુવાનની ગઈકાલે હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવ્યા બાદ લાશને પોલીસે પીએમ અર્થે ખસેડીને તપાસ હાથ ધરી છે. દરમિયાન આજે મૃતકના નાનાભાઈ મહેશભાઈ જીવાભાઈ સુરેલાએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃતક રોહિતભાઈ છેલ્લા બે દિવસથી ઘરે આવતા ન હતા અને ગામના વાડી વિસ્તારમાં રહેતા આદિવાસી શ્રમિકો સાથે રહેતા હતા. જો કે રોહિતભાઈની હત્યા બાદ વાડી વિસ્તારમાં રહેતા આદિવાસી શ્રમિકો પણ રહસ્યમય સંજોગોમાં લાપતા થઈ ગયા હતા. આથી મૃતકના નાનાભાઈએ આદિવાસી શ્રમિકો ઉપર પોતાના મોટાભાગની હત્યાની શંકા વ્યક્ત કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, હત્યાનું કારણ જાણવા મળ્યું નથી. પણ મૃતકના ભાઈએ જેમના ઉપર શંકા દર્શાવી છે તે શકમંદો ઝડપાયા બાદ હત્યાનું કારણ બહાર આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..