મોરબી : વાંકાનેર - મોરબી રેલવે લાઈનમાં રફાળેશ્વર મકનસર વચ્ચે અંદાજે 47 વર્ષીય અજાણ્યા યુવાનનું ટ્રેન હડફેટે આવી જતા મૃત્યુ નિપજતા મકનસર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર ડી.એલ.વર્માએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની ભાળ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.