- text
મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જયંતીભાઈ જે. પટેલની કાયમી નિમણુક કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની ભલામણથી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોનિયા ગાંધીના આદેશથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મોરબી કોંગ્રેસના લીડર જયંતીભાઈ જે. પટેલની મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તેઓ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઇન્ચાર્જમાં હતા, હવે તેઓને કાયમી નિમણુંક અપાઈ છે. આ નિમણુકને મોરબી જિલ્લા કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો અને દરેક સેલના હોદેદારોએ આવકાર આપ્યો છે સાથે તેઓને અભિનંદન પાઠવ્યા છે.
- text
મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..
આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text