મોરબી: શહેરના લાટી પ્લોટ 13માં નાકા પાસે ગટર ઉભરાતા આસપાસના વેપારીઓ અને રાહદારીઓ પરેશાન થઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી લાતી પ્લોટ 13ના નાકા પાસે ગટર ઉભરાવાનો પ્રશ્ન યથાવત છે. ગટરની કુંડીના ઢાંકણા પણ તૂટી ગયેલી હાલતમાં છે. જેના કારણે વારંવાર ગટર ઉભરાય છે. અને આસપાસના વેપારીઓ અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મેઈન રોડ હોવાથી અનેક લોકો અહીંયાથી પસાર થતા હોય છે ત્યારે વેપારીઓ અને રાહદારીઓની માંગ છે કે રોજ બરોજની આ પરેશાનીમાંથી મુક્તિ મળે.