ગૌમાતાની સાથે -સાથે પાલિકા સંચાલિત નંદી ઘરમાં દાનપુણ્ય કરવા અનુરોધ કરાયો મોરબી : મોરબી શહેરમાં રસ્તે રખડતા આખલાઓને પકડવાની ઝુંબેશ ચલાવી પાલિકાએ આ નંદીઓને હાલમાં પંચાસર રોડ ઉપર આવેલ નંદી ઘરમાં આશ્રય આપવામાં આવ્યો છે ત્યારે આગામી મકરસંક્રાંતિ પર્વે મોરબીના નગરજનો આ નંદીઘરમાં દાનપુણ્ય કરે તેવી અપીલ પાલિકાના ઉપ પ્રમુખ સહિતના હોદેદારો દ્વારા કરવામાં આવી છે. સામાન્ય રીતે મકરસંક્રાંતિ પર્વે ગૌમાતાને લીલોચારો અને ઘુઘરી ખવડાવવાની આપણી વર્ષોજૂની પરમ્પરા છે ત્યારે આગામી મકરસંક્રાંતિ પર્વે મોરબીના શહેરીજનો ખાસ કરીને મોરબી પાલિકા સંચાલિત નંદીઘરમાં આશ્રય લઈ રહેલા નંદી એટલે કે આખલાઓ માટે પણ દાનપુણ્ય કરી આખલાઓની જઠરાગ્નિ ઠારે તેવી ખાસ અપીલ મોરબી પાલિકાના ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્ટોર કમિટીના ચેરમેન પ્રભુભાઈ ભૂત સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવી છે.