પોલીસે રૂ.10લાખનું ટ્રેઇલર જપ્ત કરી બે ને અટકાયતમાં લીધા મોરબી : મોરબી તાલુકા પોલીસે જાબુંડિયા ગામની સીમમાંથી રાજસ્થાની ટ્રેઇલર ચાલક સહિત બે શખ્સોને વિદેશી દારૂની 21 બોટલ સાથે ઝડપી લઈ રૂપિયા 10 લાખના ટ્રેઇલર સહિત 10.11 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસે જાંબુડીયા ગામની સીમમાં, મેકસ ગ્રેનીટો સિરામીક પાસે, ખુલ્લા ગ્રાઉન્ડમાં પડેલ રાજસ્થાન પાસિંગનો ટ્રક ચેક કરતા ટ્રકમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 21 બોટલ કિંમત રૂપિયા 11,200 મળી આવતા ભાગચંદ દ્રારકાદાસ વૈષ્ણવ અને મહાવિર ભંવરલાલ વૈષ્ણવ, રહે. નયાગાંવ, તા.ઉનીયારા, જી.ટોંક, રાજસ્થાન વાળાને ગિરફતમાં લીધા હતા. વધુમાં પોલીસે ટ્રક ડ્રાઇવિંગની આડમાં દારૂ વેચવાનો ગોરખધંધો કરવા બદલ ટ્રક ટ્રેઇલર રજિસ્ટ્રેશન નંબર RJ-52-GA-7552 કિં.રૂ.10 લાખ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..