પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ કાચબાના મોતનું સાચું કારણ બહાર આવશે માળીયા : માળીયાના વેજલપર ગામે તળાવમાં 9 જેટલા કાચબાના ભેદી રીતે ટપોટપ મોત થયાની ઘટના સામે આવતા જીવદયાપ્રેમીઓમાં અરેરાટી મચી ગઇ છે. આ મામલે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ કાચબાના મોતનું સાચું કારણ બહાર આવશે એવું વનતંત્રએ જણાવ્યું છે. આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા તાલુકાના વેજલપર ગામે આવેલા તળાવમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં આશરે 9 જેટલા કાચબાના મૃતદેહો તણાઈને કાંઠે આવ્યા હતા. આટલા બધા કાચબાના એકીસાથે અચાનક મોત થતા ગામના સરપંચ હરેશભાઇ કૈલાએ આ બનાવની જાણ કરતા ફોરેસ્ટ ટીમે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી અને કાચબાના મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે ખસેડયા છે. આ બનાવ અંગે વનરક્ષક નીતિન ચૌહાણે જણાવ્યું હતું કે, આ કાચબાના મોતનું સાચું કારણ તો હાલ જાણવા મળ્યું નથી.જો કે તળાવમા માછલી સહિત અન્ય જીવો એકદમ સલામત છે. ત્યારે આ કાચબાના કેવી રીતે મોત થયા તે અંગે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે તેમ તેમણે જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..