મોરબી : મોરબી વિસીપરા સ્મશાન રોડ ઉપર જાહેરમાં તીનપતિ રમતી ત્રિપુટીને પોલીસે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિસીપરા સ્મશાન રોડ ઉપર રાજ બેકરી સામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી અલ્તાફભાઇ હૈદરભાઇ જેડા, મનસુખ ઉર્ફે કાનો ધીરૂભાઇ શેખાણી અને રૂપેશ ધીરૂભાઇ જખવાડીયાને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપીયા 2930 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..