સીટી બી ડિવિઝન પોલીસે નવલખી ફાટક પાસેથી નંબર વગરનું ડમ્પર પકડી પાડી તસ્કરને દબોચ્યો મોરબી : મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં પ્રભુકૃપા ટાઉનશીપ નજીકથી આઇવા ડમ્પર ટ્રક ચોરાઈ જવાની ફરિયાદ નોંધ્યા બાદ ગણતરીની કલાકોમાં જ નવલખી ફાટક નજીકથી ખટારા ચોરને રંગે હાથ ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ કચ્છના વતની અને હાલમાં મહેન્દ્રનગર ભરવાડવાસમાં રહેતા નીલાભાઇ ઉર્ફે ગોવીંદભાઇ સોમાભાઇ ભાંગરાએ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ સામે, પ્રભુકૃપા ટાઇનશીપ પાસે પાર્ક કરેલ તેમનો રૂપિયા પાંચ લાખની કિંમતનો ટાટા આઈવા ટ્રક કોઈ અજાણ્યો ચોર ઈસમ ઉઠાવી ગયો છે. ફરિયાદ નોંધાયા બાદ ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વાહન ચેકીંગ દરમિયાન નવલખી ફાટક નજીક પસાર થતા નંબર વગરના ડમ્પરને અટકાવી વાહનના કાગળો માંગતા મૂળ વિછીંયા તાલુકાના વતની અને હાલમાં પંચાસર રોડ ઉપર રહેતા સંજય મનુભાઈ ઓળકીયા કાગળો રજૂ ન કરવાની સાથે ગોળગોળ જવાબો આપતા પોલીસે પોકેટ કોપ મારફતે ટ્રકની ડિટેઇલ ચેક કરતા આ ટ્રક મહેન્દ્રનગરમાંથી ચોરાયેલ આઇવા ડમ્પર જ હોવાનું ખુલ્યું હતું. બાદમાં પોલીસે સંજય મનુભાઈ ઓળકીયાની વિધિવત અટકાયત કરી રૂપિયા પાંચ લાખનો ટ્રક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સફળ કામગીરી બી ડિવિઝન પીએસઆઇ એમ.પી.સોનારા, હેડ કોન્સ્ટેબલ બી.આર.ખટાણા, પ્રફુલભાઇ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ ઈશ્વરભાઈ રાઠોડ તથા ભગીરથભાઈ લોખીલે કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..