ઓમશાંતિ સ્કૂલ નજીક પોલીસે 10 હજારની કિંમતની 20 ફીરકી કબ્જે કરી મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઓમ શાંતિ સ્કૂલ નજીકથી એક શખ્સને પ્રતિબંધિત ચાઈનીઝ પતંગ દોર સાથે ઝડપી લઈ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી હાથ ધરી 10 હજારની કિંમતનો દોરો કબ્જે કર્યો હતો. ઉતરાયણ પર્વ નજીક છે ત્યારે જિલ્લામાં ચાઈનીઝ દોર, પતંગ, તુક્કલ પ્રતિબંધિત કરતું જાહેરનામું અમલી બનાવ્યું હોવા છતાં મોરબીમાં છાનેખૂણે ચાઈનીઝ દોરા વેચાઈ રહ્યા હોવાંથી પોલીસ સતર્ક બની છે.તેવામાં ગઈકાલે ઓમશાંતિ સ્કૂલ નજીક એક શખ્સ ચાઈનીઝ દોરી વેચતો હોવાની બાતમી મળતા એ ડિવિઝન પોલીસે ત્રાટકી શનાળા બાયપાસ નજીક લાયન્સ નગરમાં રહેતા સાગરભાઈ નવઘણભાઈ દેલવાણીયાને ચાઈનીઝ દોરાની રૂ.10 હજારની કિંમતની 20 નંગ ફીરકી સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..