મોરબી તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી : રૂ.10.58 લાખનો મુદામાલ કબ્જે મોરબી : મોરબી તાલુકા પોલીસે મોરબી-માળીયા હાઇવે ઉપર માધવ આઇમાતા હોટલ નજીક ટ્રક ટ્રેઇલરમાં છુપાવીને લઇ જવાતો 60 બોટલ દારૂ ઝડપી લઈ ટ્રક-ટ્રેઇલર સહીત 10.58 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે મોરબી-માળીયા હાઇવે ઉપર વોચ ગોઠવી માધવ આઇમાતા હોટલ નજીક શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી રૂપિયા 58,940ની કિંમતની જુદી-જુદી બ્રાન્ડની દારૂની બોટલ મળી આવી હતી.જેને પગલે પોલીસે RJ-07-GC-9839 નંબરના ટ્રક ચાલક કિશોરગીરી મધુગીરી ગૌસ્વામી, રહે. બજજુ, તેજપુરા, જી.બીકાનેર, રાજસ્થાનને અટકાયતમાં લઈ રૂપિયા 10 લાખની કિંમતના ટ્રક સહીત કુલ રૂપિયા 10.58 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..