મોરબીના બેલા ગામે અરેરાટી ભર્યો બનાવ મોરબી : મોરબી તાલુકાના બેલા ગામે અરેરાટી ભરી એક ઘટનામાં ગરમ પાણીની ડોલમાં પડી જતા ત્રણ વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે મળતી વિગતો મુજબ મોરબીના બેલા ગામે રહેતા ભરતભાઇ સોલંકીનો ત્રણ વર્ષનો પુત્ર જીગ્નેશ રમતા - રમતા ગરમ પાણીની ડોલમાં પડી જતા શરીરે ગંભીર રીતે દાજી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે અને હાલમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.બારૈયા તપાસ ચાલવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..