મોરબી: માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિકમાં જે શિક્ષણ સહાયકોએ પાંચ વર્ષની સંતોષકારક સેવા પૂરી કરી તેઓને પુરા પગારના આદેશ અપાયા છે. આજરોજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જેઓએ શિક્ષણ સહાયકની પાંચ વરસની સંતોષકારક સેવા પૂરી કરી અને પૂરા પગારમાં સમાવેશ કરાયો છે તેઓને આજે જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ. સોલંકી તેમજ વહીવટી અધિકારી જીગરભાઈ લશ્કરીના ત્વરીત પ્રયત્નો થકી આજે કચેરી ખાતે જિલ્લાના તમામ સંઘોના પ્રમુખ અને મહામંત્રીની હાજરીમાં પુરા પગારના આદેશ આપવામાં આવ્યા હતા. આ ઝડપી કામગીરી માટે બી. એમ. સોલંકી,જીગરભાઈ લશ્કરી તથા તમામ મદદનીશ શિક્ષણ નિરીક્ષકો તેમજ તમામ વહીવટી સ્ટાફનો શિક્ષણ સહાયકો દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. આજે સંઘના પ્રયત્નોનું આ ઉત્તમ ઉદાહરણ હોવાનું પ્રમુખ ભગવાનભાઈ કુંભરવાડીયા, મહામંત્રી વિશાલભાઈ ગોધાણી તથા મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા જણાવાયું હતું. શિક્ષણ સહાયકોને પુરા પગારના હુકમો એનાયત કરવાનો કાર્યક્રમ આજરોજ શિક્ષણમંત્રીના હસ્તે તેમના કાર્યાલય ખાતે યોજાયો હતો. જેમાં ગાંધીનગર જિલ્લાના પાંચ શિક્ષણ સહાયકોને પુરા પગારના હુકમો અપાયા હતા. આ ઉપરાંત અન્ય જીલ્લા શિક્ષણાધિકારીઓએ પણ આજરોજ આ પ્રકારનો કાર્યક્રમ કોવિડ-19ની માર્ગદર્શિકાના ચુસ્ત પાલન સાથે યોજ્યો હતો.