શિયાળુ, ઉનાળો અને ચોમાસુ ત્રણેય ઋતુના સંગમથી લોકો કંટાળ્યા મોરબી : મોરબી જિલ્લામાં ફરી આવતીકાલે માથાકુટિયું માવઠું વરસે તેવી પ્રબળ શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઓણસાલ ચોમાસુ જાણે વિદાય જ ન થયું હોય તેમ કાયમી મુકામ કરીને બેઠું છે ત્યારે શિયાળો, ઉનાળો અને ચોમાસાની ત્રેવડી મુસીબતથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે ફરી સૌરાષ્ટ્રમાં માવઠારૂપી મુસીબત કહેર વરસાવે તેવી આગાહી કરી છે. કમોસમી વરસાદની આગાહીને પગલે મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પણ ખેડૂતોને સાવધ રહેવા સલાહ આપવામાં આવી છે. કૃષિવિભાગના મતે આવતીકાલે મોરબીમાં ત્રણ મિલિમીટર સુધી વરસાદ વરસી શકે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..