એસઓજી ટીમે ઝડપી લીધેલા શખ્સે સુરેન્દ્રનગરના શખ્સ પાસેથી હથિયાર મેળવ્યાની કેફિયત આપી મોરબી : મોરબી એસઓજી પોલીસે કંડલા બાયપાસ ધ્રુવ હોસ્પીટલ પાછળ આવેલ સરકારી આવાસ યોજના નજીકથી ગોંડલના શખ્સને ગેરકાયદેસર પિસ્તોલ અને બે જીવતા કારતુસ સાથે ઝડપી લેતા આ હથિયાર સુરેન્દ્રનગરના શખ્સ પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ આર્મ્સ એકટ અન્વયે ગુન્હો નોંધવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી પોલીસ ટીમે ગઈકાલે બાતમીને આધારે મોરબી - કંડલા બાયપાસ ધ્રુવ હોસ્પીટલ પાછળ આવેલ સરકારી આવાસ યોજના નજીકથી ગોંડલ વોરા કોટડા રોડ ઉપર આવાસ યોજનામાં રહેતા એજાજ ઉર્ફે અલાદીન યુસુફભાઇ સલોટ, ઉ.વ.૨૦ નામના શખ્સને દેશી બનાવટની પિસ્તોલ નંગ-1 કી.રૂ.10 હજાર તથા કાર્ટીઝ નંગ –2 કિ.રૂ.200 સાથે ઝડપી લીધો હતો. વધુમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એજાજે આ હથિયાર સુરેન્દ્રનગરના સમીર અનવરભાઇ કંડીયા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા એસઓજી ટીમે પિસ્તોલ, કારતુસ સહિત 10,200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને શખ્સો વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એકટ હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..