મોરબીના રંગપર ગામેં આવેલ સીરામીક કારખાનાની ઓરડીમાં બનેલી ઘટના મોરબી : મોરબીના રંગપર ગામની સીમ આવેલ એપ્રીકોટ સીરામીક મજુરોની ઓરડીમા શ્રમિક યુવાને ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવની પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર રંગપર ગામની સીમ એપ્રીકોટ સીરામીક મજુરોની ઓરડીમા રહી મજૂરી કામ કરતા મનીષકુમાર શ્રી શ્યામ નારાયણ ગીરી (ઉવ.૨૭) નામના યુવાને ગઈકાલે કોઈ કારણોસર સીરામીક મજુરોની ઓરડીમા ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બાદમાં યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી ક્યાં કારણોસર યુવાને આ અંતિમ પગલું ભર્યું તે જાણવા સઘન તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..