મોરબીના ચાચાપરમાં આવેલ રામેશ્વર નગર એન્ટી પોલીમર કારખાનાની ઓરડીમાં બનેલી ઘટના મોરબી : મોરબીના ચાચાપરમાં આવેલ રામેશ્વર નગર એન્ટી પોલીમર કારખાનાની ઓરડીમાં પરપ્રાંતીય પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જેમાં પતિએ પગાર થાય પછી વતનમાં જવાનું કહેતા પત્નીએ આ અંતિમ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ચાચાપર રામેશ્વર નગર એન્ટી પોલીમર કારખાનાની ઓરડીમાં રહેતા ધનકીબેન નાનાલાલ ગરવાલ (ઉવ.૨૨) નામની પરિણીતાએ ગઈકાલે પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આથી તેમના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ બનાવની તપાસ કરનાર મોરબી તાલુકા પોલીસ મથકના એ.એસ આઈ. આર.બી.વ્યાસે જણાવ્યું હતું કે, મૃતકના ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને તેમને સંતાનમાં બે પુત્રીઓ છે. હાલ મોરબીમાં રહીને બન્ને પતિ-પત્ની મજૂરી કામ કરતા હોય પણ પત્નીને અહીં રહેવું ગમતું ન હોય પતિ સમક્ષ વતન મધ્યપ્રદેશમાં જવાની વાત કરી હતી આથી પતિએ પગાર થઈ જાય પછી વતનમાં જવાનું કહ્યું હતું.પણ પગાર થાય તે પહેલાં આ વાતનું માઠું લાગતી આવતા પરિણીતાએ અંતિમ પગલું ભરી લેતા તેની બે પુત્રીઓ માતા વિહોણી બની જતા ભારે અરેરાટી મચી ગઇ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..