વર્ગ-2ના ત્રણ અધિકારીની વિનંતીથી અન્ય જિલ્લામાં બદલી મોરબી : નાણા વિભાગે હિસાબનિશ ગ્રુપ-3ના 73 કર્મચારીઓના હિસાબી અધિકારી વર્ગ-2માં બદલી સાથે બઢતીના ઓર્ડર કર્યા છે. જેમાં મોરબીની સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીમાં મદદનીશ સહાયક નિરીક્ષક તરીકે રાજકોટના દિનેશભાઇ પોપટને બદલી સાથે બઢતી અપાઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ મોરબીમાં આ જગ્યાએ કે.કે. મારું કાર્યરત હતા. તેઓની બદલી બાદ આ જગ્યા ખાલી હતી. જે આજના ઓર્ડરથી ભરાઈ છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મદદનીશ પ્રયોજના અધિકારી વિક્રમ ખૂંગલાની રાજકોટ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીના હિસાબી અધિકારી ચિરાગ વાછાણીની રાજકોટ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના હિસાબી અધિકારી નેતલબા સોઢાની જામ ખંભાળીયા વિનંતીથી બદલી કરવામાં આવી છે. સામે જામ ખંભાળીયા સાવન રાજપરાને જિલ્લા પંચાયતમાં હિસાબ અધિકારી તરીકેને મુકવામાં આવ્યા છે.