મોરબીના સેવાસદન ખાતે અજાણ્યા વાહને હડફેટે લીધા બાદ પશુ ડોક્ટરની ટીમે તાત્કાલિક સફળતાપૂર્વક સર્જરી પાર પાડી મોરબી : મોરબીના સેવાસદનના પટાગણમાં ગઈકાલે કોઈ અજાણ્યા વાહનને હડફેટે લઈને બાળ શ્વાનનો પગ કચડી નાખ્યો હતો.આથી પશુ ડોક્ટરની ટીમે બાળ શ્વાનનો પગની તાત્કાલિક સર્જરી કરીને તેનો જીવ બચાવી લીધો હતો. મોરબીના સેવાસદનના પટાગણમાં ગઈકાલે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાળ શ્વાનને હડફેટે લેતા વાહનના વહીલ ફરી વળવાથી બાળ શ્વાનનો પગ કચડાઈ ગયો હતો.આ બનાવની જાણ થતાં હરતા ફરતા પશુ દવાખાનાની ટીમના ડો.તાલિબભાઈ અને પાયલોટ દિવ્યેશભાઈ દોડી ગયા હતા અને રાત્રી દરમિયાન બાળ શ્વાનના પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.જેમાં કુતરના પગમાંથી આ બાળ શ્વાનના પગની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી. આ પશુ ડોક્ટરની ટીમની સઘન સારવારથી બાળ શ્વાનનો જીવ બચી ગયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..