63 વિધાર્થીઓનું વેક્સિન આપી સુરક્ષિત કરાયા ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામની જ્ઞાનદીપ અને એમ.એમ.ગાંધી વિધાલયમાં વિધાર્થીઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. ટંકારા તાલુકાના હડમતિયા ગામની એમ.એમ.ગાંધી વિધાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.જેમાં ધો-9 અને 10 ના કુલ 70 માંથી 63 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.અને અન્ય 7 વિધાર્થીઓમાં એક વિધાર્થીની બિમાર હોય તથા અન્ય છ વિધાર્થીઓના વાલી સહમત ન થતાં રસીકરણ થઈ શક્યું ન હતું. વધુમાં હડમતીયાની જ્ઞાનદીપ વિદ્યાલયમાં પણ 100 ટકા વિદ્યાર્થીઓનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જ્ઞાનદીપ વિદ્યાલયમાં 15થી18 વર્ષના 76 વિદ્યાર્થીઓ અને 76 વિદ્યાર્થીનીઓનું 100 ટકા વેકસીનેશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય કર્મીઓ,શાળાના આચાર્ય અઘારા,ડી.સી.રાણસરીયા,શિક્ષક બંસીબેન,પ્યુન તથા ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ ખાખરીયા હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..