મોરબી : હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદ થવાની શક્યતા હોવાથી ખેડૂતોને પોતાના માલની તકેદારી રાખવા ભલામણ કરવામાં આવી છે. આગામી તા.5 અને 6ના રોજ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ થવાની શકયતા હોય, જેને ધ્યાનમાં રાખીને દરેક ખેડૂતોએ પોતાનો ખેત ઉત્પન્ન માલ વરસાદથી પલળે નહી. તે રીતે વાહનમાં ઢાંકીને વેચાણ અર્થે લાવવા તેમજ સેડ ઉપર ઉતરાઇ થયા પછી ખેડૂતોના માલને નુકશાન ન થાય તે રીતે દરેક એજન્ટો,વેપારીઓ તથા ખેડૂતભાઇઓએ પોતાના માલની તકેદારી રાખવાની ભલામણ મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની યાદીમાં કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..