ટંકારા પોલીસે લતિપર ચોકડી નજીકથી હાલ રાજકોટ રહેતા મૂળ ટંકારાના મોટા રામપર ગામના શખ્સને દબોચ્યો ટંકારા : રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકમાં સાત વર્ષ પૂર્વે બનેલા ચિલ ઝડપના કેસમાં નાસતા ફરતા કિશોરવયના આરોપીને ટંકારા પોલીસે યુવાવયે લતિપર ચોકડી નજીકથી ઝડપી લઈ રાજકોટ પોલીસ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે. મૂળ ટંકારા તાલુકાના મોટા રામપર ગામના વતની અને હાલમાં રાજકોટ કુબલિયાપરામાં રહેતો આરોપી ટંકારાની લતિપર ચોકડી નજીકથી ઝડપી લઈ પોલીસે ઇ-ગુજકોપ પોકેટ કોપ મારફતે ચકાસણી કરતા આ આરોપીએ કિશોરાવસ્થામાં રાજકોટમાં ચિલઝડપ કરી હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં ટંકારા પોલીસના હાથે ઝડપાયેલા આ આરોપી વિરુદ્ધ રાજકોટ ઉપરાંત મોરબી સિટી એ ડિવિઝનમાં પ્રોહીબિશનના બે ગુન્હા અને ટંકારા પોલીસ મથકમાં પણ પ્રોહીબિશન એકટ હેઠળ ગુંન્હો નોંધાયો હોવાનું ખુલ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..