મોરબી : મોરબીમાં વાત્સલ્ય સીવણ ક્લાસ દ્વારા લાભાર્થી બહેનોને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. મોરબી શહેરમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી તેમજ ગંગાસ્વરૂપ સહાય સમિતિના સંયુક્ત ઉપક્રમે ગત સપ્ટેમ્બર માસથી સ્વનિર્ભર થવા ઇચ્છતા બહેનો માટે વાત્સલ્ય સીવણ ક્લાસ શરૂ કરવામાં આવેલ હતા. આ ક્લાસમાં ત્રણ માસની અંદર બેઝિક સિલાઈ કામ શીખવાડવામાં આવેલ હતું. જેમાં પ્રથમ ક્લાસમાં 21 બહેનો સફળતાપૂર્વક સીલાઈ કામનું જ્ઞાન મેળવી જાતે પગભર થયેલ હતા. જેના અનુસંધાને આ તમામ લાભાર્થી બહેનોને વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને ગંગાસ્વરૂપ સમિતિ દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિના પ્રણેતા દેવકરણભાઈ આદ્રોજા, રણછોડભાઈ કૈલા, વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર પરેશ પારીઆ, ઉપપ્રમુખ નંદિની પારીઆ તેમજ ટ્રેનર જ્યોતિબેન ચાવડા એ તમામ લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવેલ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..