મોરબી : મોરબીમાં જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે વહિવટી અને શૈક્ષણિક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૪/૧/૨૦૨૨ ના મંગળવારે સ્વામિનારાયણ ગુરૂકુળ – મોરબી ખાતે મોરબી જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી આયોજિત વહિવટી અને શૈક્ષણિક સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમા પ્રમુખ સ્થાને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ જે. પી. પટેલ, ઉદ્ઘા.ટક અને આશિર્વચન નિર્ગુણજીવનદાસ સ્વામી – સ્વામીનારાયણ ગુરૂકુળ મોરબી તથા વહીવટી માર્ગદર્શક અને તજજ્ઞ વક્તા તરીકે જે. એમ. માંગરોલિયા તથા વિષ્ણુભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના 65 આચાર્ય ભાઇઓ-બહેનો હાજર રહ્યા હતા. મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી. એમ. સોલંકી તથા ડી.ઇ.ઓ. કચેરીના ઇ.આઇ. પ્રવિણભાઇ અંબારિયા પણ ઉપસ્થિત રહી જિલ્લાના તમામ આચાર્યોને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. કાર્યક્રમમાં મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ તુલસીભાઇ ડી. પટેલ કે જેઓ એ કોવિડ -19 ની મહામારીમાં અંદાજે ચાલીસ લાખ રૂપિયાના ઓક્સિજન સીલિન્ડર દર્દીઓને વિનામુલ્યે પુરા પાડેલ હતા. તેઓનું પણ આચાર્ય સંઘ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્ય આચાર્ય સંઘના મહામંત્રી ઉમેશભાઇ પટેલ, ઉપપ્રમુખ મહેન્દ્રભાઇ બાવરીયા, જેસીંગભાઇ હુંબલ અન્વેષક બી. ડી. જાડેજા, કાર્યાલય મંત્રી અણદાણી, ભાનુભાઇ પટેલ, મીડિયા સેલ સહ કન્વીનર એન. પી. દેવડા, ચંદ્રાલાભાઈ, ગડારાભાઈ, ગજેરાભાઈ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન એસ. કે. પટેલ એ કર્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ એલ. વી. કગથરા, પ્રમુખ એસ. પી. સરસાવાડિયા તથા મહામંત્રી સંજીવભાઇ જાવિયા એ ખુબ જહેમત ઉઠાવેલ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..