જલારામ મંદિર ખાતે આયોજીત કેમ્પમાં 494 દર્દીઓએ લાભ લીધો મોરબી : મોરબીમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 494 દર્દીઓએ લાભ લીધો હતો.આવતીકાલે 215 લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવશે.અત્યાર સુધીના 5 કેમ્પમાં કુલ 1799 લોકોએ લાભ લીધો હતો. આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ,જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4થી તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર,અયોધ્યાપુરી રોડ,મોરબી ખાતે યોજાયો હતો.જે અંતર્ગત તા.4ને મંગળવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા 494 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.આ ઉપરાંત 215 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવામાં આવશે. આ કેમ્પ મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે. ડી. પડસુમ્બીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કેમ્પમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો.અલ્કેશભાઈ ખેરડીયા,હેમુભાઈ પરમાર,આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારા માં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે આવતીકાલે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવશે.ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા,જમવા,ચા-પાણી,નાસ્તો,ચશ્મા,ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા,જયેશભાઈ કંસારા તથા જલારામ સેવા મંડળ,જલારામ મંદિર મહીલા મંડળ,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.દર મહીનાની 4થી તારીખે આ કેમ્પ યોજાશે.કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી.કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધારકાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણીમો.98250 82468,હરીશભાઈ રાજા મો.98792 18415,નિર્મિતભાઈ કક્કડ મો.9998880588 પર સંપર્ક કરવા સંસ્થાએ નિર્મિત કક્કડની યાદીમાં જણાવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ચાર માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ 1305 લોકોએ લાભ લીધો હતો.તેમજ 621 લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા,જ્યારે પ્રવર્તમાન માસના કેમ્પમાં કુલ 494 દર્દીઓએ લાભ લીધો હતો.તેમજ કુલ 215 લોકોના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..