મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ)માં પરસાડીયા પરિવાર દ્વારા આગામી તા. 5થી રામચરિત માનસ નવાન્હ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેતપર (મચ્છુ)માં પરસાડીયા પરિવાર દ્વારા જી.ઈ.બી. ઓફિસની નજીક રામચરિત માનસ નવાન્હ પારાયણ જ્ઞાનયજ્ઞનું આગામી તા. 5થી 13 જાન્યુઆરી સુધી સવારે 9થી 12 વાગ્યા સુધી અને બપોરે 2-30થી 5-30 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે. કથાનું રસપાન કામલપુરમાં આવેલ પરચાધારની જગ્યાના મહંત વાલદાસ બાપુ કરાવશે. કથા અંતર્ગત પોથીયાત્રા તા. 4 એ બપોરે 3 કલાકે, તા. 6 એ શિવ વિવાહ, તા. 7 એ રામ જન્મોત્સવ, તા. 8એ રામ બાળલીલા ચરિત્ર, તા. 9 એ રામવિવાહ, તા. 10 એ રામ વનવાસ યાત્રા, તા. 11 એ ભરતમિલાપ, તા. 12 એ શબરી પ્રસંગ, તા. 13 એ રામેશ્વર પૂજન, તા. 14 એ મારુતિ યજ્ઞ યોજાશે. આ કથાનો ભાવિકોએ લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..