હળવદ : હળવદમાં પીજીવીસીએલ દ્વારા આજે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વીજ ચોરી કરતા 77 કનેકશનોને રૂ. 20.60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ડિવિઝનોમાં ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જેમાં આજરોજ હળવદ વિભાગ હેઠળ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ કરવામાં આવી હતી. હળવદ ગ્રામ્યમાં 32 ટિમો દ્વારા 644 વીજ કનેક્શનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 77 કનેક્શનોમાં ગેરરીતિ થતી હોવાનું માલુમ પડ્યું હતું. આ વીજ કનેક્શનોને રૂ.20.60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.