મોરબી : રાજ્યમાં O.B.C. તેમજ અન્ય કુમાર વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ સ્વનિર્ભર કોલેજો અને સ્કૂલોમાં ફરીથી શરુ કરવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા પહેલા હાયર સેકન્ડરી સ્કૂલો તેમજ કોલેજોમાં શિષ્યવૃતિ આપવામાં આવતી હતી. પરંતુ હાલમાં સરકાર દ્વારા આ શિષ્યવૃતિ સરકારી સ્કૂલો-કોલેજ, ગ્રાન્ટ મેળવતી સ્કુલ-કોલેજોમાં O.B.C. હેઠળ તેમજ અન્ય જ્ઞાતિઓના બધા જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે. જયારે સ્વનિર્ભર સ્કુલ/કોલેજોમાં જે લોકો સરકારના નિયમ મુજબ એડમીશન મેળવે છે. ત્યારે ફક્ત વિદ્યાર્થીનીઓને જ આ શિષ્યવૃતિ આપવામાં આવે છે. પરંતુ કુમાર વિદ્યાર્થીઓને આ લાભ આપવામાં આવતો નથી. તો પહેલા જેમ બધાને આ લાભ આપવામાં આવતો હતો. તેવી જ રીતે હવેથી બધાને આ લાભ મળે તે માટે યોગ્ય આદેશો કરવાની વિનંતી રજુઆતમાં કરાઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..