શક્તિ ચેમ્બર નજીકની ઘટનામાં અકસ્માત સર્જી નાસી ગયેલા બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર શક્તિ ચેમ્બર નજીક મજૂરીકામ કરતો યુવાન રિક્ષામાંથી નીચે ઉતરતો હતો ત્યારે જ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જાંબુડીયા ગામ શકતિપરા પંચાયત પાસે રહેતા મનોજભાઈ ગોરધનભાઇ ડઢૈયા શક્તિ ચેમ્બર નજીક આવેલી દુકાનમાં ગુણી ઉતારવાની મજૂરી કામ કરતા હોય ગત તા. 24ના રોજ પોતાના ઘેરથી મજૂરી કામે રિક્ષામાં આવ્યા હતા અને રિક્ષામાં ઉતરતી વખતે કોઈ અજાણ્યા બાઈક ચાલકે અકસ્માત સર્જી નાસી ગયો હતો. આ અકસ્માતમાં મનોજભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતક મનોજભાઈના મોટાભાઈ રમેશભાઇ ગોરધનભાઇ ડઢૈયાએ અજાણ્યા મોટર સાયકલ ચાલક વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ ક-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી અકસ્માત સર્જી નાસી ગયેલા બાઈક ચાલકને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..