વાંકાનેર : વાંકાનેરના અમુક સબસ્ટેશનમાં અગત્યનું મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી સબસ્ટેશનમાંથી નીકળતા 11 કે.વી. ફીડરો પરથી વીજ પુરવઠો મળી શકશે નહિ. કામ વહેલું પૂરું થયે કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવશે. આગામી તા. 4ને મંગળવારે સવારે 8થી 2 વાગ્યા દરમિયાન 66 કેવી અમરસર, પીપળીયારાજ, સિંધાવદર, કણકોટ, સૂર્યારામપર સબસ્ટેશનમાંથી નીકળતા 11 કેવીના તમામ ફીડરો બંધ રહેશે. જો શક્ય હશે તો 11 કેવી જ્યોતિગ્રામ અને સીટી તેમજ અર્બન ફીડરને પાવર આપવામાં આવશે. વધુમાં, આગામી તા. 5ને બુધવારે 66 કેવી ભોજપરા, લુણસર, મંડલાસર સબસ્ટેશન, તા. 12ને બુધવારે 66 કેવી માટેલ-2 સબસ્ટેશન તથા 66 કેવી સ્પેન્ટો પેપર, તા. 19ને બુધવારે 66 કેવી કણકોટ, મકનસર સબસ્ટેશનમાંથી સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે. તેમ કાર્યપાલક ઇજનેર,પ્રવહન,વિભાગ, વાંકાનેરની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..