જિલ્લા પોલીસ વડાના વડપણ હેઠળ જિલ્લાની તમામ પોલીસે થર્ટી ફાસ્ટની રાત્રે સઘન કોમ્બિગ કરી નશાના ઘુતમાં છટકા બનતા તત્વોને કાયદાનું ભાન કરાવ્યું મોરબી : મોરબી જિલ્લામાં નવા વર્ષની ઉજવણીની આડમાં નશાખોરોને નશો કરવો ભારે પડ્યો હતો. થર્ટી ફસ્ટની રાત્રે વીતેલા વર્ષને ટાટા બાય-બાય કરી નવા વર્ષને આવકારવાની ઘેલછામાં રંગીન મિજજીઓ નશો કરીને રાજાપાઠ નીકળતા પોલીસે આવા લોકોના મનમાંથી નશાનું ભૂત ઉતારી નાખ્યું હતું. આમ જિલ્લા પોલીસ વડાના વડપણ હેઠળ જિલ્લાની તમામ પોલીસે થર્ટી ફાસ્ટની રાત્રે સઘન કોમ્બિગ કરી નશાના ઘુતમાં છટકા બનતા તત્વોને કાયદાનું ભાન કરાવ્યું હતું. થર્ટી ફાસ્ટની રાત્રે નવા વર્ષની ઉજવણી કરવા માટે ઘણા શરાબના શોખીનોને ચિક્કાર દારૂ ઢીંચવાની કુટેવ હોય છે. આવા લોકો શરાબના નશામાં એટલા ચકનાચૂર હોય છે કે નવા વર્ષની ઉજવણીમાં છાટકા બનીને શાંતિને હાની પહોંચાડે છે. આમ પણ પીનેવાલો કો પીને કા બહાના ચાહીએ,એમ ઉત્સવ તો એક બહાનું છે. નવા વર્ષની ઉજવણીમાં રંગીન મીજાજીઓ દારૂની મહેફિલ માંડીને ખેલ કરતા હોવાની વર્ષોની આ ખોટી પરંપરા હોવાથી મોરબી જિલ્લામાં આવા તત્વોને કાયદાનું ભાન કરાવવા ગતરાત્રે થર્ટી ફર્સ્ટની રાત્રે જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાના વડપણ હેઠળ સમગ્ર જિલ્લા પોલીસ દ્વારા ઠેરઠેર સઘન કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું હતું. થર્ટી ફર્સ્ટની રાત્રે આ ખાસ ડ્રાઈવમાં એસપી, એએસપી, બે ડીવાયએસપી, 18 પીઆઇ, પીએસઆઇ, 195 પોલીસ કર્મીઓ 95 હોમગાર્ડ, જીઆરડી, એસલીબી, એસઓજી અને તમામ ડિવિઝન સહિતનો પોલીસ સ્ટાફ મેદાને આવ્યો હતો. આ પોલીસ સ્ટાફની 36 ટીમો અને ખુદ એસપીએ પાંચ જગ્યાએ ચેકપોસ્ટ રાઉન્ડ ઘ કલોક પેટ્રોલીંગ કર્યું હતું. જેમાં એ ડિવિઝનમાં પીધેલા અને છાકટા બનીને ફરતા બે વ્યક્તિને બે બોટલ સાથે, મોરબી તાલુકામાં 32 બોટલ, 18 બિયરના ટીન એમ બે કેસ, વાંકાનેર સિટીમાં એક દેશીદારૂનો કેસ, ટંકારામાં પણ એક દેશીદારૂનો કેસ, હળવદમાં એક પીધેલાનો કેસ કરવામાં આવ્યો હતો અને મોડી રાત સુધી પોલીસે જિલ્લાભરમાં ખાસ વોચ રાખી દારૂના નશામાં છાકટા બનીને ફરતા તત્વોને કાયદાનું ભાન કરાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..