માળીયા પોલીસે પ્યાસીઓ સુધી દારૂ પહોંચે એ પહેલા જ મકાનમાંથી આશરે 50 હજારનો પકડ્યો માળીયા : થર્ટી ફાસ્ટની ઉજવણીમાં પ્યાસીઓની ડિમાન્ડ પુરી બુટલેગરો સક્રિય થયા હોવાથી પોલીસે પણ આ દારૂની બદીને કડક હાથે ડામી દેવા માટે તવાઈ હાથ ધરી હતી. જેમાં માળીયા પોલીસે ગતરાત્રે બાતમીના આધારે મકાનમાં રેડ કરીને થર્ટી ફસ્ટની ઉજવણી માટે ઘરમાં છુપાવેલા મોંઘાદાટ શરાબ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા ખ્રિસ્તી નવા વર્ષની ઉજવણી સમયે મોરબી જીલ્લામાં દારૂની બદી સદંતર નાબૂદ કરવા સ્પે. ડ્રાઇવ તથા કોમ્બીંગ નાઇટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંગે માળીયા પોલીસ સ્ટાફના માણસો કાર્યસ્ત હતા. તે દરમ્યાન મળેલ ખાનગી બાતમી આધારે પોલીસે માળીયા (મી) ટેલીફોન એક્ષેન્જ પાછળ રહેતા સમીર ઇબ્રાહીમભાઇ કટીયાના મકાનમાં દોરડો પાડ્યો હતો. પોલીસે આ મકાનમાંથી મેકડોવલ્સ નં ૧ સુપરીયર ડીસ્કીની ૭૫૦ એમ.એલની બોટલો નગ-૧૦૮ કી.રૂ.૪૦,૫૦૦, ૫૦/૫૦.બ્લ્યુ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.ના ક્વાટરીયા નગ-૯૪ કુલ રૂ.૯૪૦૦ મળી કુલ રૂ.૪૯,૯૦૦ના મુદામાલ આરોપીને ઝડપી લીધો હતો. આ કામગીરી માળીયા પોલીસ સબ ઇન્સપેકટર એન.એચ.ચુડાસમા, પો.હેડ.કોન્સ ડિસિઁહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, પો.કોન્સ, સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજાએ કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..