મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે માતા અને તેમની યુવાન વયની પુત્રીએ કોઈ કારણોસર અગ્નિસ્નાન કર્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં બન્ને માતા-પુત્રી ગંભીર રીતે દાઝી જતા વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળે છે. આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા રેખાબેન ધીરુભાઈ કવૈયા (ઉ.વ.52) અને તેમની યુવાન વયની પુત્રી બંસીબેન ધીરુભાઈ કવૈયા (ઉ.વ.22) એ આજે કોઈ કારણોસર પોતાના ઘરે અગ્નિસ્નાન કરી લીધું હતું. બન્ને માતા પુત્રીએ શરીરે કેરોસીન છાંટી જાત જલાવતા ગંભીર રીતે દાઝી જવાથી બન્નેને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે બન્ને માતા પુત્રીને રાજકોટ ખસેડાયા છે. આ બનાવનું કારણ જાણવા મોરબી બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા સઘન તપાસ ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..