હળવદ : ચરાડવા સબડિવિઝન અને હળવદ ડિવિઝન તેમજ સમસ્ત મોરબી જિલ્લા એન્જી. એસોસિયેશન દ્વારા હળવદ ડિવિઝનલ ઓફિસના કાર્યપાલક ઇજનેર એ.આર કોરડીયા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારંભ યોજી માનભેર વિદાય આપવામાં આવી હતી. હળવદ ડિવિઝનલ ઓફિસમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કાર્યપાલક ઈજનેર એ.આર કોરડીયાએ પોતાના જીવનના 33 વર્ષ સુધી pgvcl માં સેવા આપી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા હોય તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના અધિક ઈજનેર વી.એલ ડોબરીયા ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોરબી અને વાંકાનેર ડિવિઝનના કાર્યપાલક ઇજનેર શ્રીઓ તેમજ સમસ્ત મોરબી વર્તુળ કચેરીના જુનિયર ઇજનેર,નાયબ ઈજનેર ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ચરાડવા સબ ડિવિઝન ટીમે કર્યું હતું.