મોરબી : મોરબીમાં આગામી તા. 30ના રોજ નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પ યોજાનાર છે. મોરબીમાં ડૉ. હસ્તી આઇ. મહેતા દ્વારા બિપીનભાઇ વ્યાસના સૌજન્યથી એક દિવસીય ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાશે. જેમાં જરૂરીયાતમંદ દર્દીઓને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે. અને ડાયાબીટીસ ટેસ્ટ કરવા આવશે. તેમજ આંખ તપાસી આપવામાં આવશે. આ કેમ્પ 2-3 લાતી પ્લોટ, શિવશક્તિ, મોરબી ખાતે આગામી તારીખ 30ને રવિવારે સવારે 9-30થી 12-30 કલાક દરમિયાન યોજાશે. જેનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..