માળીયા (મી.) : માળીયા તાલુકાના નાના દહીસરા ગામે આવેલી ઝલજલાટ જીનામ સાહેબની જગ્યા ઉપર અખંડ ધૂનનુ આયોજન કરવામાં આવ્યું હતું. આવનાર વર્ષ સૌ જીવોને સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપે એવા ઉમદા આશયથી કુદરતી પ્રકૃતિ ધરાવતી નાના દહીસરા ગામની કાપડી સંત ખિમદાસ સાહેબ જીનામની જગ્યા ઉપર વહેલી સવારથી મોડી રાત સુધી અખંડ રામ-ધુનનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લીલાલહેર ધુન મંડળના સભ્યો રવાપરથી આવ્યા હતા. વર્તમાન મહંત ઈશ્વરદાસ મહારાજે સૌ ભક્તોનો આભાર વ્યક્ત કરી આ જગ્યાએ ભક્તિ અને ધર્મકાર્ય અર્થે વિના સંકોચે આવવા અપીલ કરી હતી.