લીલાપર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ટેસ્ટ, ટ્રેક તથા ટ્રીટમેન્ટ આ ત્રિશૂળ સિદ્ધાંતની અમલવારી મોરબી : લીલાપર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ટેસ્ટ, ટ્રેક તથા ટ્રીટમેન્ટ આ ત્રિશૂળ સિદ્ધાંતની અમલવારી સાથે લીલાપર સ્કૂલના વિદ્યાર્થીઓનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. દેશ અને રાજ્યમાં પ્રવર્તી રહેલ કોવીડ-19 રોગચાળાનાં કેસમાં સામાન્ય વધારો નોંધાઈ રહ્યો છે. તેમજ હાલ કોવિડ-19 ઑમિક્રોનના કેસો પણ રાજ્યમાં નોંધાયેલ છે. ત્યારે તેને કાબૂમાં લેવા રાજ્ય સરકાર દ્વારા જરૂરી તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં શાળા કોલેજ શરૂ કરવામાં આવેલ છે. જેમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચુસ્ત પાલન થાય તે જરૂરી છે. વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે પી.એચ.સી. રાજપરના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લીલાપર ખાતે મેડિકલ ઓફિસર ડો. ડી.વી.બવારવા તથા આયુષ્ મેડિકલ ઓફિસર ડો.જે.જે.રામાવતની સૂચના પ્રમાણે સી.એચ.ઓ. ડો. હિરલ ઓઝા, સી.એચ.ઓ. સુરભીબેન ભટાસણા તથા એમ.પી.એચ.ડબ્લ્યુ. ગોસાઈ અક્ષયગીરી દ્વારા ટેસ્ટ, ટ્રેક તથા ટ્રીટમેન્ટ આ ત્રિશૂળ સિદ્ધાંતની અમલવારી કરી લીલાપર સ્કૂલના વિધાર્થીઓમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેથી, આ રોગના દર્દીઓને વહેલા શોધી શકાય અને સારવાર આપી શકાય. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..